Hymn No. 910 | Date: 21-Jul-1987
|
|
Text Size |
 |
 |
વિશ્વાસે, વિશ્વાસે તો તું વધતો જા, શ્વાસે શ્વાસે વિશ્વાસ તો ભરતો જા
Vishwase,Vishwase To Tu Vadhto Ja, Shwase, Shwase Vishwas To Bharto Ja
શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)
વિશ્વાસે, વિશ્વાસે તો તું વધતો જા, શ્વાસે શ્વાસે વિશ્વાસ તો ભરતો જા કદમ, કદમ તું આગળ તો ભરતો જા, મક્કમતાથી ડગલાં ભરી, આગળ તું વધતો જા નથી કદી તું એકલો, સાથ પ્રભુનો લેતો જા, બનશે મારગ તારો સહેલો આગળ તું વધતો જા મોકે મોકે કસોટી થાશે, વિશ્વાસ તું ખોતો ના, હિંમત ધરી તું કસોટી તો દેતો જા મૂકી વિશ્વાસ અન્યમાં, પ્રભુને એમાં જોતો જા, સોંપી વ્યવહાર પ્રભુને વિશ્વાસે વધતો જા વિશ્વાસે સંસાર ચાલે, વિશ્વાસે તું ચાલતો જા, વિશ્વાસના શ્વાસ ઊંડા તું લેતો જા કૃપા `મા' ની તો નવ મળે, વિશ્વાસ જો ઘટતો આવે, રાખી વિશ્વાસ, કૃપાપાત્ર બનતો જા વિશ્વાસે, વિશ્વાસે તો શક્તિ વધશે, શક્તિનો સાથ સદા લેતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|