Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4619 | Date: 06-Apr-1993
ફૂલના મારથી કોઈ મર્યા તો જાણ્યા નથી
Phūlanā mārathī kōī maryā tō jāṇyā nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4619 | Date: 06-Apr-1993

ફૂલના મારથી કોઈ મર્યા તો જાણ્યા નથી

  No Audio

phūlanā mārathī kōī maryā tō jāṇyā nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-04-06 1993-04-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=119 ફૂલના મારથી કોઈ મર્યા તો જાણ્યા નથી ફૂલના મારથી કોઈ મર્યા તો જાણ્યા નથી,

    નજરના બાણથી કોઈ વિંધાયા વિના રહ્યાં નથી

કઠોરતાએ જીવનમાં તો જ્યાં હાથ હેઠાં મૂક્યા,

    કોમળતાના સ્પર્શ, જાદુ કર્યા વિના રહ્યાં નથી

શસ્ત્રો જે સરહદ જીતી શક્યા નથી,

    પ્રેમ એ સરહદ પાર કર્યા વિના તો રહ્યો નથી

તનના દુઃખની સીમા દેખાયા વિના રહી નથી,

    વિરહના દુઃખની પીડા માપી શકાતી નથી

સુખની સાધના જીવનમાં કાંઈ સહેલી નથી,

    જગમાં તો દુઃખ કહ્યાં વિના એ રહ્યું નથી

પુષ્પ હૈયાંનું અકાળે જે કરમાઈ ગયું,

    પ્રેમની ધારા વિના સજીવન તો એ થઈ શકતું નથી

કારણ વિના જગમાં તો કાંઈ બનતું નથી,

    કદી કારણ જીવનમાં ગોત્યું તો જડતું નથી

દંભના પુષ્પો, કદી સુગંધ દઈ શક્તા નથી,

    પ્રેમના પુષ્પો, સુગંધ દીધાં વિના રહેતા નથી

મક્કમતા વિના, મન હાથમાં આવતું નથી,

    મન હાથમાં આવ્યા વિના સિદ્ધિ મળતી નથી

તપના તો તેજ, ફેલાયા વિના રહેતા નથી,

    પ્રભુ તો જગમાં, ભાવે ભીંજાયા વિના રહ્યાં નથી
View Original Increase Font Decrease Font


ફૂલના મારથી કોઈ મર્યા તો જાણ્યા નથી,

    નજરના બાણથી કોઈ વિંધાયા વિના રહ્યાં નથી

કઠોરતાએ જીવનમાં તો જ્યાં હાથ હેઠાં મૂક્યા,

    કોમળતાના સ્પર્શ, જાદુ કર્યા વિના રહ્યાં નથી

શસ્ત્રો જે સરહદ જીતી શક્યા નથી,

    પ્રેમ એ સરહદ પાર કર્યા વિના તો રહ્યો નથી

તનના દુઃખની સીમા દેખાયા વિના રહી નથી,

    વિરહના દુઃખની પીડા માપી શકાતી નથી

સુખની સાધના જીવનમાં કાંઈ સહેલી નથી,

    જગમાં તો દુઃખ કહ્યાં વિના એ રહ્યું નથી

પુષ્પ હૈયાંનું અકાળે જે કરમાઈ ગયું,

    પ્રેમની ધારા વિના સજીવન તો એ થઈ શકતું નથી

કારણ વિના જગમાં તો કાંઈ બનતું નથી,

    કદી કારણ જીવનમાં ગોત્યું તો જડતું નથી

દંભના પુષ્પો, કદી સુગંધ દઈ શક્તા નથી,

    પ્રેમના પુષ્પો, સુગંધ દીધાં વિના રહેતા નથી

મક્કમતા વિના, મન હાથમાં આવતું નથી,

    મન હાથમાં આવ્યા વિના સિદ્ધિ મળતી નથી

તપના તો તેજ, ફેલાયા વિના રહેતા નથી,

    પ્રભુ તો જગમાં, ભાવે ભીંજાયા વિના રહ્યાં નથી




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

phūlanā mārathī kōī maryā tō jāṇyā nathī,

najaranā bāṇathī kōī viṁdhāyā vinā rahyāṁ nathī

kaṭhōratāē jīvanamāṁ tō jyāṁ hātha hēṭhāṁ mūkyā,

kōmalatānā sparśa, jādu karyā vinā rahyāṁ nathī

śastrō jē sarahada jītī śakyā nathī,

prēma ē sarahada pāra karyā vinā tō rahyō nathī

tananā duḥkhanī sīmā dēkhāyā vinā rahī nathī,

virahanā duḥkhanī pīḍā māpī śakātī nathī

sukhanī sādhanā jīvanamāṁ kāṁī sahēlī nathī,

jagamāṁ tō duḥkha kahyāṁ vinā ē rahyuṁ nathī

puṣpa haiyāṁnuṁ akālē jē karamāī gayuṁ,

prēmanī dhārā vinā sajīvana tō ē thaī śakatuṁ nathī

kāraṇa vinā jagamāṁ tō kāṁī banatuṁ nathī,

kadī kāraṇa jīvanamāṁ gōtyuṁ tō jaḍatuṁ nathī

daṁbhanā puṣpō, kadī sugaṁdha daī śaktā nathī,

prēmanā puṣpō, sugaṁdha dīdhāṁ vinā rahētā nathī

makkamatā vinā, mana hāthamāṁ āvatuṁ nathī,

mana hāthamāṁ āvyā vinā siddhi malatī nathī

tapanā tō tēja, phēlāyā vinā rahētā nathī,

prabhu tō jagamāṁ, bhāvē bhīṁjāyā vinā rahyāṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 4619 by Satguru Devendra Ghia - Kaka
First...461546164617...Last