લેનારના તો હાથ છે ઝાઝા, દેનારના તો છે બે
મનમાં તો આ વિચાર કરજે, ધરીને હૈયે વિવેક
દોડનારાના પગ તો છે ઘણા, પકડનારાના છે તો બે - મનમાં...
અનેક મુખે સહુ કોઈ બોલે, સાંભળનારના કાન છે બે - મનમાં...
મુખે-મુખે વાણી છે જુદી, એની વાણી તો છે એક - મનમાં...
કરશે શું તું ઉપકાર પ્રભુ પર, ઉપકાર છે પ્રભુના અનેક - મનમાં...
જ્ઞાને-જ્ઞાને અહંમાં તો ડૂબે, પરમ જ્ઞાની છે તો એ એક - મનમાં...
સમયની સાથે ચાલવું પડે તો, એ સમયથી તો પર છે - મનમાં...
અનેક આંખો એને જોવા ચાહે, એ બે આંખે સહુને જુએ - મનમાં...
અનેક મુખે તો ખોરાક લે છે, અન્નનો ભંડાર ભરે તો એ - મનમાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)