Hymn No. 917 | Date: 24-Jul-1987
|
|
Text Size |
 |
 |
સવારને સાંજમાં પલટાતી દીઠી, સાંજને રાતમાં બદલાતી દીઠી ફૂટતા પ્રભાતના કુમળા કિરણો, રાતને તો ત્યાં ભાગતી દીઠી ચક્રની આ ધારા ચાલતી દીઠી, કદી એ બદલાતી ના દીઠી ભરતીને ઓટમાં પલટાતી દીઠી, ઓટને ભરતીમાં બદલાતી દીઠી પૂનમને અમાસમાં પલટાતી દીઠી, અમાસને પૂનમમાં બદલાતી દીઠી ચક્રની આ ધારા ચાલતી દીઠી, કદી એ બદલાતી ના દીઠી વિચારોની કડીને તૂટતી દીઠી, તૂટતી કડી સંધાતી દીઠી કંઈક કળીઓ મૂરઝાતી દીઠી, મૂરઝાતી કળીને ખીલતી દીઠી ચક્રની આ ધારા ચાલતી દીઠી, કદી એ બદલાતી ના દીઠી ધારાને ઉપર તો ચડતી દીઠી, ચડતી ધારાને તો પડતી દીઠી ગતિ સદા આ ચાલતી દીઠી, ગતિ આ બદલાતી ના દીઠી ચક્રની આ ધારા ચાલતી દીઠી, કદી એ બદલાતી ના દીઠી પાપીને પુણ્યશાળી બનતા દીઠા, પુણ્યશાળીને પાપ કરતા દીઠા ધર્મીને ક્રૂર તો બનતા દીઠા, ક્રૂરને તો ધર્મી બનતા દીઠા ચક્રની આ ધારા ચાલતી દીઠી, કદી એ બદલાતી ના દીઠી વ્હેણને તો નીચે વહેતાં દીઠા, કંઈકને એમાં તણાતા દીઠા સ્થિર તો કોઈ વિરલા દીઠાં, બની અડગ ઊભા રહેતા દીઠા ચક્રની આ ધારા ચાલતી દીઠી, કદી એ બદલાતી ના દીઠી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|