મારા હૈયાની વાત તેં સાંભળી, તારા હૈયાની વાત કરી નાંખ
દિલ ખોલ્યું મારું તારી પાસે માડી, તારું દિલ તું ખોલી નાંખ
નથી રાખ્યું હૈયામાં મેં તો કાંઈ, હૈયામાં બધું તું ના ભરી રાખ
જાણે છે તું ભૂલો થઈ ઘણી મારી, આજ તો માફ કરી નાંખ
દોડી-દોડી જગમાં હું તો થાકું, આવું હું તો તારી પાસ
નમાવું મસ્તક જ્યાં તારા ચરણે, મૂકજે માડી મસ્તકે હાથ
જગમાં તો સહુ કોઈ શોધે છે માડી તારો તો સાથ
હું તો બેઠો છું માડી તારી પાસે, માડી ના કરતી નિરાશ
વેઠયાં છે મેં તો માડી, જગમાં મળ્યાં જે-જે ત્રાસ
આજ તો કરજે મારી સાથે વાત, હૈયેથી નીકળવા દેજે હાશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)