મારે આંગણિયે આવો રે માડી, મારે આંગણિયે આવો
પુનિત પગલાં આજે પાડો રે માડી, મારે આંગણિયે આવો
આનંદ-મંગલ વરસાવો રે માડી, મારે આંગણિયે આવો
શાંતિના તેજ તો પથરાવો રે માડી, મારે આંગણિયે આવો
મારા હૈયે સત ધરમને સ્થાપો રે માડી, મારે આંગણિયે આવો
મારા મનમાંથી ખોટા વિચારો કાઢો રે માડી, મારે આંગણિયે આવો
મારા હૈયેથી પાપને સદા બાળો રે માડી, મારે આંગણિયે આવો
મને સદા પુણ્યપંથ પર ચલાવો રે માડી, મારે આંગણિયે આવો
તોફાને ડગમગતા મારા પગલાંને શાંત પાડો રે માડી, મારે આંગણિયે આવો
મારા હૈયે શક્તિનું બુંદ સ્થાપો રે માડી, મારે આગણિયે આવો
કરી કરુણા, એકવાર તો હૈયે લગાવો રે માડી, મારે આંગણિયે આવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)