Hymn No. 940 | Date: 13-Aug-1987
|
|
Text Size |
 |
 |
ભાવભરી પ્રેમથી બોલો, એકવાર `મા', એકવાર `મા' હૈયું ખોલી આજ બોલો, એકવાર `મા', એકવાર `મા' દુઃખ દર્દ ભૂલીને બોલો, એકવાર `મા', એકવાર `મા' વૈર ઝેર હટાવીને બોલો, એકવાર `મા', એકવાર `મા' કામ-ક્રોધ વીસરીને બોલો, એકવાર `મા', એકવાર `મા' મા ને દૃષ્ટિમાં સમાવીને બોલો, એકવાર `મા', એકવાર `મા' લોભ લાલચ ભૂલીને બોલો, એકવાર `મા', એકવાર `મા' સૃષ્ટિની કર્તા સમજીને બોલો, એકવાર `મા', એકવાર `મા' દયાની દાતા સમજીને બોલો, એકવાર `મા', એકવાર `મા' સર્વવ્યાપક ગણીને બોલો, એકવાર `મા', એકવાર `મા' સર્વ શક્તિમાન માનીને બોલો, એકવાર `મા', એકવાર `મા' ગુણનિધિ સમજીને બોલો, એકવાર `મા', એકવાર `મા' કૃપાસાગર માનીને બોલો, એકવાર `મા', એકવાર `મા' આદિ અનાદિ ગણીને બોલો, એકવાર `મા', એકવાર `મા'
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|