Hymn No. 941 | Date: 14-Aug-1987
|
|
Text Size |
 |
 |
પ્યાર ગોત્યો, પ્યાર જગમાં, પ્યાર ના મળ્યો, પ્યાર ના મળ્યો
Pyar Gotyo, Pyar Jag Ma, Pyar Na Malyo, Pyar Na Malyo
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
પ્યાર ગોત્યો, પ્યાર જગમાં, પ્યાર ના મળ્યો, પ્યાર ના મળ્યો અણસાર મળ્યો, જ્યાં જ્યાં જગમાં, હતો એ તો સ્વાર્થ ભરેલો મળ્યો પ્રેમ પિતામાં ઘણો, હતો એ તો અહં ભરેલો ન્હાયો પ્રેમમાં `મા' ના ઘણો, હતો એ તો મોહ ભરેલો મળ્યો પ્રેમ બંધુમાં ઘણો, હતો એ તો અહં ભરેલો ન્હાયો પ્રેમમાં ભગિનીના ઘણો, હતો એ તો મોહ ભરેલો દીધો પ્રેમ પત્નીએ ઘણો, હતો એ તો ઢોળ ચડેલો મળ્યો પ્રેમ સંતાનમાં ઘણો, રહ્યો એ તો મોહ ભરેલો સગામાં પ્રેમ ગોત્યો, મળ્યો, હતો એ તો સ્વાર્થ ભરેલો મિત્રોમાં પ્રેમ ઢૂંઢયો, મળ્યો, હતો એ તો સ્વાર્થ ભરેલો પરનારીમાં પ્રેમ ગોત્યો, મળ્યો, હતો એ તો ડંખ ભરેલો થાકી ગોત્યો પ્રેમ જગજનનીમાં, પ્રેમમાં હું તો ડૂબી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|