સમય વીતતાં વાર ન લાગે, વીતે સમય ના સમજાય
દુઃખના દહાડા લાગે આકરા, ઘડી ઘડી એની તો ગણાય
સુખમાં સમય ઓછો પડે, કેમ વીતે એ ના જણાય
એની તો હૈયે ઝંખના જાગે, ફરી ફરી એ મળી જાય
રોકવા સમય, યત્નો કીધા, એ તો રોકી ના શકાય
સમય તો રહેશે વીતતો, સુખદુઃખની સ્મૃતિ દઈ જાય
સુખમાં સમય સારો લાગે, દુઃખમાં અણગમતો બની જાય
છે બે એ તો એવી જોડી, એક આવે ને બીજું જાય
સુખદુઃખની પર જો થાશું, કહાની અનોખી બની જાય
જીવન જીવ્યું સાર્થક બનશે, ધન્ય જીવન તો થઈ જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)