રાખજે તારા મનડાંનો દોર તો તારા હાથમાં રે
મૂકીશ ઢીલું, તો ખેંચાઈશ તું તેના હાથમાં રે
અનુભવે શું ના આવી, વાત આ તારા ધ્યાનમાં રે
છૂટશે દોર, મેળવતા પાછો, થાશે સાત-પાંચ રે
મેળવવા દોર એનો, સંયમને રાખજે તું સાથમાં રે
નાચે છે એ બહુ, નચાવશે તો એના સાથમાં રે
કીધી કોશિશ ઘણાએ, આવ્યું ન એના હાથમાં રે
ના થઈ નિરાશ, લાગી જાજે તું તારા યત્નોમાં રે
કરશે યત્નો સાચા, આવશે જરૂર એ તારા હાથમાં રે
કરતો ના આળસ, રાખજે વાત આ તારા લક્ષ્યમાં રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)