કર તું વિચાર તારા મનમાં તો જરા
તનડું તો છે તારું, કાબૂ એના ઉપર તો તારો કેટલો
મનડું છે તો તારું, કાબૂ એના ઉપર તો તારો કેટલો
વૃત્તિઓ જનમે તુજમાં, કાબૂ એના ઉપર તો તારો કેટલો
સ્વભાવ ઘડાયો તારો, કાબૂ એના ઉપર તો તારો કેટલો
મળે સંજોગ જીવનમાં, કાબૂ એના ઉપર તો તારો કેટલો
ભરે જીવનમાં શ્વાસો તારા, કાબૂ એના ઉપર તો તારો કેટલો
ક્રોધ જન્મે તો તુજમાં, કાબૂ એના ઉપર તો તારો કેટલો
હૈયું છે તો તારું, કાબૂ એના ઉપર તો તારો કેટલો
સંતાન છે તો તારા, કાબૂ એના ઉપર તો તારો કેટલો
જીવન જીવે છે તું તારું, કાબૂ એના ઉપર તો તારો કેટલો
ભાવિ ઘડવું છે તારું, કાબૂ એના ઉપર તો તારો કેટલો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)