પાપ તો પુણ્યને ઘસતું જાય, પુણ્ય ત્યાં ઘટતું જાય
પુણ્યે જ્યાં મીંડુ મંડાય, ચડતી ત્યાં તો અટકી જાય
પાપે મનડું જ્યાં ઊભરાય, બુદ્ધિ ત્યાં તો કુંઠિત થાય
પાપનો જ્યાં જ્યાં વધારો થાય, અવગતિ નિશ્ચિત બની જાય
દુનિયાદારીથી ચિત્ત નીકળી જાય, પાપમાં મનડું જ્યાં ડૂબી જાય
કાળાધોળાં કંઈક થાય, ચિંતાઓ એની સતાવી જાય
ખોટા કાર્યો તો થાતાં જાય, અધોગતિ પર ઢસડી જાય
લાજ શરમ તો છૂટી જાય, અંકુશ તો જ્યાં હટી જાય
અંતર પ્રભુથી પડતું જાય, નાવ એની જ્યાં ત્યાં અથડાય
સંતકૃપા, હરિકૃપા જો નવ થાય, બહાર નીકળવું મુશ્કેલ થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)