1987-08-26
1987-08-26
1987-08-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11945
માયાના રૂપ તારા અનોખા `મા’, રૂપ જુદા જુદા દેખાય
માયાના રૂપ તારા અનોખા `મા’, રૂપ જુદા જુદા દેખાય
કદી દેખાયે મોહક, કદી બિહામણાં એ બની જાય
મનડાંને લે એ તો એવું ઘેરી, છૂટવું મુશ્કેલ બની જાય
પડ્યો જ્યાં એમાં એ તો, ઊંડો ને ઊંડો ઉતરતો જાય
ઋષિમુનિવર પાર ન પામ્યા, સહુ તો હાથ ખંખેરી જાય
રાખે વિશ્વાસ પૂરો તુજમાં, એને સ્પર્શી એ ના જાય
સાચા ખોટા કંઈક રૂપ બતાવે, મનડું એમાં તો લલચાય
મુક્ત એમાં એ રહી શકે, જેના ઉપર `મા’ ની કૃપા થાય
મનમોહક આભાસો એવા, એ તો ખૂબ સર્જી જાય
લપટાયો જે એમાં, પ્રભુને એ તો ભૂલી જાય
શરણું લે તું `મા’ નું એવું, `મા’ તો સામે આવી જાય
મળ્યું શરણું જ્યાં એનું, ચિંતા માયાની મટી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
માયાના રૂપ તારા અનોખા `મા’, રૂપ જુદા જુદા દેખાય
કદી દેખાયે મોહક, કદી બિહામણાં એ બની જાય
મનડાંને લે એ તો એવું ઘેરી, છૂટવું મુશ્કેલ બની જાય
પડ્યો જ્યાં એમાં એ તો, ઊંડો ને ઊંડો ઉતરતો જાય
ઋષિમુનિવર પાર ન પામ્યા, સહુ તો હાથ ખંખેરી જાય
રાખે વિશ્વાસ પૂરો તુજમાં, એને સ્પર્શી એ ના જાય
સાચા ખોટા કંઈક રૂપ બતાવે, મનડું એમાં તો લલચાય
મુક્ત એમાં એ રહી શકે, જેના ઉપર `મા’ ની કૃપા થાય
મનમોહક આભાસો એવા, એ તો ખૂબ સર્જી જાય
લપટાયો જે એમાં, પ્રભુને એ તો ભૂલી જાય
શરણું લે તું `મા’ નું એવું, `મા’ તો સામે આવી જાય
મળ્યું શરણું જ્યાં એનું, ચિંતા માયાની મટી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māyānā rūpa tārā anōkhā `mā', rūpa judā judā dēkhāya
kadī dēkhāyē mōhaka, kadī bihāmaṇāṁ ē banī jāya
manaḍāṁnē lē ē tō ēvuṁ ghērī, chūṭavuṁ muśkēla banī jāya
paḍyō jyāṁ ēmāṁ ē tō, ūṁḍō nē ūṁḍō utaratō jāya
r̥ṣimunivara pāra na pāmyā, sahu tō hātha khaṁkhērī jāya
rākhē viśvāsa pūrō tujamāṁ, ēnē sparśī ē nā jāya
sācā khōṭā kaṁīka rūpa batāvē, manaḍuṁ ēmāṁ tō lalacāya
mukta ēmāṁ ē rahī śakē, jēnā upara `mā' nī kr̥pā thāya
manamōhaka ābhāsō ēvā, ē tō khūba sarjī jāya
lapaṭāyō jē ēmāṁ, prabhunē ē tō bhūlī jāya
śaraṇuṁ lē tuṁ `mā' nuṁ ēvuṁ, `mā' tō sāmē āvī jāya
malyuṁ śaraṇuṁ jyāṁ ēnuṁ, ciṁtā māyānī maṭī jāya
English Explanation |
|
In this bhajan of prayer to Divine Mother,
He is saying...
Many forms of your illusion, O Mother, many forms are seen.
Sometimes, they look attractive, and sometimes, they look scary.
It surrounds your mind from everywhere, it becomes difficult to get away from it. Once you slip in it, you just end up going deeper and deeper.
Even Rishis and Munis (saints and sages) have not surpassed this illusion. Everyone just gives up.
If one keeps utmost faith in you, O Mother, then the illusion cannot touch or come near that one.
It shows many forms, some true and some false. Mind just gets allured by it.
Only those remain free of illusion, who have been blessed by Divine Mother’s grace.
These attractive illusions are such that one gets very excited.
Those who get swayed by it, they forget about The Divine.
Please take refuge in Divine Mother in such a way that Divine Mother has no choice but to show up right in front.
As soon as you find shelter in her, all the worries of illusion will just disappear.
Kaka is explaining that illusion is such that even strongest of all like Rishis and Munis are also not able save themselves from it. The attraction of this illusion is so powerful that without Divine Mother ‘s grace, one will never come out of it. So, Kaka is praying on behalf of all of us to find solace in Divine Mother and forget about all the worries of this world and lean towards Divine Mother more and more.
|