માડી મારી જીવન નૈયા આજે ઝોલા ખાય
અનુકૂળ વાતા વાયરા, આજે તો અટકી જાય
વંટોળાતા વાયરે આજે તો ખૂબ ઝોલા ખાય
મોજે-મોજે ચડી ઊંચે, પાછી નીચે પટકાય
વમળો ચડયા વિચારોના, એમાં એ તો અટવાઈ જાય
કીધો સામનો બહુ, હવે હિંમત તો તૂટતી જાય
કૃપા તારી હું તો યાચું માડી, સુકાન લે તારે હાથ
જીવન નૈયા સ્થિર કરી માડી, હવે આજે તો ઉગાર
કીધી હશે ભૂલો અનેક `મા’, નથી મુજને એ યાદ
ભૂલો બધી માફ કરી `મા’, આજે નાવડીને તાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)