મળ્યા છે મા-બાપ આ જનમમાં પૂર્વના સંસ્કારે
સંજોગ મળ્યા જીવનમાં તો પૂર્વજન્મના આધારે
કર તું બદલી એમાં, કરીને પુરુષાર્થ તો ભારે
સાદી સમજ છે આ, જો એ તો સમજમાં આવે
સાવિત્રીએ યમને રોક્યા, સત્ય આ પુરાણ પુકારે
નચિકેતા પણ પાછો આવ્યો, જઈને તો યમના દ્વારે
ધ્રુવ તો અવિચળ પદ પામ્યા, શ્રદ્ધાના આધારે
કંઈક તો અધવચ્ચે ડૂબ્યા, અવિશ્વાસના શ્વાસે
ઋષિમુનિઓ રહસ્યો પામ્યા, ચિંતનના સહારે
પ્રભુ ચિંતનમાં તું ડૂબીજા, સાચી ભક્તિના ભાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)