Hymn No. 959 | Date: 27-Aug-1987
|
|
Text Size |
 |
 |
મૌન ધરી કાં બેઠી માડી, મૌન ધરી કાં બેઠી ઉપદેશી, ઉપદેશી જગને, વાચા શું આજે ખૂટી - મૌન... સરજી સૃષ્ટિ તારી, ચાલ એની શું આજે ઊંધી દીઠી - મૌન... વિના અચકાયે, માનવ, માનવને રહ્યો છે રહેંસી - મૌન... ત્યજી નિર્દોષતા નયનોમાં, વિકારોની સૃષ્ટિ દીઠી - મૌન... ડગલે, પગલે, માનવમાં સંયમની દોરી આજે તૂટી - મૌન... પગલે પગલે, માનવ હૈયું, દંભે રહ્યું છે રાચી - મૌન... કરી કર્મો ખોટા, માનવ રહ્યો છે આજે ખુદને બાંધી - મૌન... પવિત્ર સબંધોને પણ, માનવ રહ્યો છે અભડાવી - મૌન... તૃષ્ણાથી પીડાઈ, માનવ તૃષ્ણામાં રહ્યો છે રાચી - મૌન... સ્વાર્થ ભરી હૈયે, માનવ સ્વાર્થમાં રહ્યો છે ડૂબી - મૌન... લાચાર બન્યો છે માનવ તારો, આદતો ના છોડી - મૌન... તુજને ભૂલી તારો માનવ, રહ્યો માયા પાછળ દોડી - મૌન... સૃષ્ટિની અવદશા દેખી, અંતરમાં ગઈ છે શું ઉતરી - મૌન...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|