વાત કરવી શું મારી, માડી, પહોંચ્યો છું પતનને આરે
પાપ તો કરતો રહ્યો છું, ના અચકાયો સદાયે
માગું માફી તુજ પાસે તો માડી, હું તો કયા મુખે
પુણ્ય ભી યાદ ન આવે એવું, કહું હું એના સહારે
કહેવું ક્યાંથી, ન આવ્યો સુધરવા વિચાર કદીએ
અહમે, અહમે ભટક્યો બહુ, ભટક્યો હું તો સદાયે
પાપ તો આચર્યા અનેક એવા, કરતા યાદ તો ધ્રુજાવે
તોય જાગે છે હૈયે એક જ આશા, તું તો મુજને તારશે
રહ્યું છે હૈયું, આજે તો મારું ભરાઈ ખૂબ પસ્તાવે
નથી સૂઝતી દિશા કોઈ બીજી, આવ્યો છું તારે દ્વારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)