સમસ્ત સૃષ્ટિમાં વ્યાપી રહી છે શક્તિ તારી
શક્તિશાળી સિધ્ધાંબિકા, તું તો છે ભવાની
વ્યક્ત, અવ્યક્ત જગતમાં ભરી છે શક્તિ તારી - શક્તિ...
સંકલ્પે-સંકલ્પે ચાલી રહી છે સૃષ્ટિ સારી - શક્તિ...
નિર્ગુણ, નિરાકારે, વ્યાપ્ત છે શક્તિ તારી - શક્તિ...
સગુણ, સાકારે, વ્યક્ત થાયે તો શક્તિ તારી - શક્તિ...
હૈયેહૈયામાં ભરી રહી છે તો શક્તિ તારી - શક્તિ...
શ્વાસે-શ્વાસે, ને અણુ-અણુમાં છે શક્તિ તારી - શક્તિ...
કરુણાકારી તું તો છે સદાયે કૃપાળી - શક્તિ...
દયા કરજે આજે, ઓ મારી દીનદયાળી - શક્તિ...
પ્રકાશે-પ્રકાશે ફેલાયે તો શક્તિ તારી - શક્તિ...
માયા થકી, રહી છે તું તો સૃષ્ટિ ચલાવી - શક્તિ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)