અશાંત હૈયે ભમ્યો બધે, ગોતી શાંતિ ખૂણે ખૂણે
ચિંતાઓ રહી વળગી હૈયે, યાદ આવી એની ક્ષણે ક્ષણે
દીધું હાસ્ય તો સૂકવી એણે, હૈયું બન્યું તો ભારે ભારે
ચિતડું તો ચિંતામાં ચોંટે, બને દુઃખી એ તો પળે પળે
ઘૂમતો રહ્યો હું તો બધે, ઘૂમ્યો તો મંદિરે મંદિરે
વિસરાવી દીધું બધુંયે એણે, યાદ અપાવી એની એને
વળગી એવી એ તો હૈયે, છોડી ના સહજ એ છૂટે
દિનરાત તો એ ભમાવે, ચિત્તડું બધેથી એ હટાવે
ઝંખના શાંતિની વધી તો હૈયે, લઈ ગઈ એ તો `મા’ ના ચરણે
પહોંચી ચરણે ચિતડું ચોંટયું, મળી શાંતિ તો ખૂબ હૈયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)