લઈ ફરતો રહ્યો છે ભાર સંસારનો તારો
સદાયે તું તો તારા જ માથે
બંધાતો રહ્યો છે કર્મોથી તો તારા
કરી કર્મો, તું તો તારા જ હાથે
અહં ભરી ફરતો રહ્યો સદાયે જગમાં
રાખી અહં તો હૈયે સાથે ને સાથે
મળતી રહી છે જગમાં તો નિરાશા
મળતી રહી એ તો વાતે ને વાતે
સૂઝશે નહીં સાચું તને તો હૈયે
ના છૂટશે ચિંતા તુજ હૈયે
સોંપીશ ના ચિંતા જો તારી તો પ્રભુને
રહેશે સદાયે એ તો તારી પાસે ને પાસે
ના થાશે ફાયદો હૈયે, એને તો રાખી સંઘરી
મુક્ત બન, સોંપી પ્રભુને આજે ને આજે
નથી વાત એ સહેલી, જેટલી એ તો લાગે
સોંપીને ભી ચિંતા, ચિંતા તો ફરી જાગે
સોંપજે ચિંતા બધી પ્રભુને સાચે
બનશે સાચી કસોટી એ તારે માટે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)