Hymn No. 969 | Date: 01-Sep-1987
|
|
Text Size |
 |
 |
કોઈ બાંધે સુતરની દોરીએ, કોઈ બાંધે રેશમની દોરીએ તું તો અમને બાંધે રે માડી, પ્રેમની દોરીએ કોઈ માર મારે તો લાકડીએ, કોઈ મારે તો નેતરની સોટીએ તું તો મારે અમને તો માર માડી, કર્મની છડીએ ફરીએ ફેરા લગ્નના સૂતરની દડીએ, ફરીએ ફેરા પૂજનના ફૂલની પડીએ તું ફેરાવે અમને જગના ફેરા માડી, માયાની બેડીએ જલાવે અગ્નિ, અગ્નિ શિખાએ, સૂર્ય તપાવે સૂર્યના કિરણે તું તો જલાવે તો અમને માડી, આશાના કિરણે કોઈ મૂલવે પ્રેમને તો કામે, કોઈ મૂલવે પ્રેમને પૈસાએ તું તો મૂલવે પ્રેમને તો માડી, સદાએ ભાવે કોઈ નાથે રે મનને તો તપે, કોઈ નાથે મનને તો જપે તું તો નાથે રે મનને માડી, તારા તો સંકલ્પે જગ સારું તો નાચે રે મને, પ્રારબ્ધ નાચે તો કર્મે ચિત્ત તો મારું નાચે છે માડી, સદા ભરાઈ તારા પ્યારે કોઈ મેળવે શાંતિ સંતોષે, કોઈ મેળવે શાંતિ ભક્તિએ તું તો મેળવે રે શાંતિ માડી, બાળને તો નિરખીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|