Hymn No. 973 | Date: 03-Sep-1987
|
|
Text Size |
 |
 |
ભમાવી ભમાવી માયામાં અમને તો જગમાં, માડી એમાં તને તો મળશે શું (2) કર્યા હશે, કર્મો અમે તો સાચા કે ખોટા, ફળ દેશે જો આકરા, માડી એમાં તો તને મળશે શું જનમોજનમથી મળી છે રે તારી તો જુદાઈ, દઈ વધુ રે જુદાઈ, માડી એમાં તો તને મળશે શું રચાવી હૈયે તો ખૂબ આશાના તાંડવો, આપી એમાં તો નિરાશા, માડી એમાં તો તને મળશે શું તાવી, તાવી, ખૂટાવશે જો ધીરજ અમારી, કરી ભગ્ન અમારા હૈયાને, માડી એમાં તો તને મળશે શું જગાવી હૈયે તો ઝંખના ભારી, વહાવી નયનોથી આંસુ, ના લૂછશે જો એ આંસુ, માડી એમાં તો તને મળશે શું સુખ કાજે તો દોડાવી, દીધું તો દુઃખ, સમજ ના દઈને સાચી, માડી એમાં તો તને મળશે શું સંજોગો એવાં તો સરજી, સુખને દુઃખમાં દેતી પલટી, હસાવીને પાછા રડાવી, માડી એમાં તો તને મળશે શું પ્રકાશ જ્ઞાનનો દૂરથી બતાવી, અજ્ઞાને અમને અટવાવી, ભમાવી, ભમાવીને બહુ જગમાં, માડી એમાં તો તને મળશે શું ભલે કરજે બધું તું તો માડી, લાવજે કરુણા હવે તો ભારી, અંતે હૈયે તો દેજે લગાવી, બીજું કંઈ તને તો નથી કહેવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|