એક મુખેથી પૂરો ના ગવાયે, છે માડી મહિમા એવો તારો
ગણ્યાગણાય નહિ રે માડી, છે તારા અગણિત ઉપકારો
દિનરાત મળતો રહે રે માડી, તારો તો મને સથવારો
બન્યો છે આકરો તોય રે માડી, કાપવો તો આ જન્મારો
હૈયે લાગે જ્યાં માયાના મારો, રહે છે દૂર તો કિનારો
વિંટાયા છે બહુ મોહના ભારો, માડી હવે એમાંથી ઉગારો
ઉપાધિની તો આવી વણઝારો, માડી હવે એ તો અટકાવો
પડે છે પાપમાં અમારા પગલાંઓ, માડી હવે એમાંથી કાઢો
હસતા હસતા દિન વિતાવીએ, માડી એવું તો કંઈક વિચારો
દઈ શક્તિનો અંશ તો તારો, માડી હવે તો અમને તારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)