Hymn No. 981 | Date: 04-Sep-1987
|
|
Text Size |
 |
 |
જઇ કાશી, કરી દર્શન, બન્યા અમે તો કાશીદાસ નાહી તો ગંગામાં, બન્યા અમે તો ગંગાદાસ પીને તો જમનાજળ, બન્યા અમે તો જમનાદાસ ધામે ધામે બદલાતા રહ્યાં, હતા અમે તો લક્ષ્મીદાસ કરતા રહ્યાં, સદાયે અમે તો ત્યાગની વાત રહ્યો હતો ભર્યો સ્વાર્થ તો હૈયે, હતો એ દિન ને રાત મળી ભલે અમને તો, મળી સદા કુદરતની લાત ધામે ધામે બદલાતા રહ્યાં, હતા અમે તો લક્ષ્મીદાસ કરવા ખોટું થયા ના કદી, હૈયેથી તો નાસીપાસ જાતને રાખી સદા છુપાવી, ના કરી જાતની તપાસ આચરી દંભ, મુસ્કુરાઈ રહ્યાં, જોયું ના કદી, આસપાસ ધામે ધામે બદલાતા રહ્યાં, હતા અમે તો લક્ષ્મીદાસ સાચું ખોટું આચરવામાં, સેવ્યો ના કદી ગભરાટ સાચું ભલે સમજીએ ઘણું, આચરવા રહે ઉચાટ માની સત્તા તો સદા પ્રભુની, બન્યા અમે તો પ્રભુદાસ ધામે ધામે તો બદલાતા રહ્યાં, હતા અમે તો લક્ષ્મીદાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|