1987-09-05
1987-09-05
1987-09-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11971
ઢૂંઢી વળશે ખૂણે-ખૂણે તો જગમાં, આંખ મારી
ઢૂંઢી વળશે ખૂણે-ખૂણે તો જગમાં, આંખ મારી
માડી, છુપાઈ રહીશ તું ક્યાંથી
છુપશે જો તું તો મારા હૈયાની ગુફામાં
માડી, ગોતી કાઢીશ તને તો ત્યાંથી
બદલશે જો તું સ્વરૂપ તારું, વાત-વાતમાં
માડી, ગોતીશ તને તો વાતમાં
દોડી દોડાવી, પડે છે મજા તને આ ચાલમાં
માડી, અંતે તો તું થાકીશ આ વાતમાં
રચી છે ખૂબ માયા તેં તો આ જગમાં
માડી, નાખીશ નહીં નજર મારી એ માયામાં
મળશે બાળ તને તો ઘણાયે આ જગમાં
માડી, ના મળશે આવો બીજો તને આ જગમાં
સહી છે તો જુદાઈ તારી ઘણી આ જગમાં
માડી, નથી સેવાતી જુદાઈ તારી એક પળમાં
કદી-કદી તો કરજે કૃપા એવી મારા હૈયામાં
માડી, રહેજે સદાયે ત્યાં તું સાથમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઢૂંઢી વળશે ખૂણે-ખૂણે તો જગમાં, આંખ મારી
માડી, છુપાઈ રહીશ તું ક્યાંથી
છુપશે જો તું તો મારા હૈયાની ગુફામાં
માડી, ગોતી કાઢીશ તને તો ત્યાંથી
બદલશે જો તું સ્વરૂપ તારું, વાત-વાતમાં
માડી, ગોતીશ તને તો વાતમાં
દોડી દોડાવી, પડે છે મજા તને આ ચાલમાં
માડી, અંતે તો તું થાકીશ આ વાતમાં
રચી છે ખૂબ માયા તેં તો આ જગમાં
માડી, નાખીશ નહીં નજર મારી એ માયામાં
મળશે બાળ તને તો ઘણાયે આ જગમાં
માડી, ના મળશે આવો બીજો તને આ જગમાં
સહી છે તો જુદાઈ તારી ઘણી આ જગમાં
માડી, નથી સેવાતી જુદાઈ તારી એક પળમાં
કદી-કદી તો કરજે કૃપા એવી મારા હૈયામાં
માડી, રહેજે સદાયે ત્યાં તું સાથમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ḍhūṁḍhī valaśē khūṇē-khūṇē tō jagamāṁ, āṁkha mārī
māḍī, chupāī rahīśa tuṁ kyāṁthī
chupaśē jō tuṁ tō mārā haiyānī guphāmāṁ
māḍī, gōtī kāḍhīśa tanē tō tyāṁthī
badalaśē jō tuṁ svarūpa tāruṁ, vāta-vātamāṁ
māḍī, gōtīśa tanē tō vātamāṁ
dōḍī dōḍāvī, paḍē chē majā tanē ā cālamāṁ
māḍī, aṁtē tō tuṁ thākīśa ā vātamāṁ
racī chē khūba māyā tēṁ tō ā jagamāṁ
māḍī, nākhīśa nahīṁ najara mārī ē māyāmāṁ
malaśē bāla tanē tō ghaṇāyē ā jagamāṁ
māḍī, nā malaśē āvō bījō tanē ā jagamāṁ
sahī chē tō judāī tārī ghaṇī ā jagamāṁ
māḍī, nathī sēvātī judāī tārī ēka palamāṁ
kadī-kadī tō karajē kr̥pā ēvī mārā haiyāmāṁ
māḍī, rahējē sadāyē tyāṁ tuṁ sāthamāṁ
English Explanation |
|
In this Gujarati devotional bhajan, he is challenging Divine Mother that he will surely find her.
He is communicating...
My eyes will search in every nook and corner of this world, O Mother, how will you stay in hiding then?
Even if you hide in the cave of my heart, O Mother, I will find you from even there.
If you keep changing your form every now and then, O Mother, I will find you even then.
By running and by making me run, you enjoy this ploy, O Mother, finally, you will also get tired of this ploy.
You have created a big illusion in this world, O Mother, please don’t let me peek in this illusion.
You will find many children in this world, O Mother, you will not find a child like me in this world.
I have suffered separation from you in this world, O Mother, I can not bear this separation even for a moment now.
Someday you bestow such a grace upon me, O Mother, that you will stay with me forever.
Kaka’s prayer bhajan is expressing his intense and impatient desire to find Divine Mother, and he is praying for Divine Mother’s blessings and alliance forever.
|