બચાવી બચાવી મારી જાતને મેં તો ઘણી,પણ આખર, એના કૂંડાળામાં પગ મારો પડી ગયો
પગ મારો જ્યાં કૂંડાળામાં પડી ગયો, જીવનમાં એની પનોતીનો શિકાર બની ગયો
રહી રહી જાગૃત જીવનમાં, પગ આખર અહંના કૂંડાળામાં પડી ગયો
મદહોશ એમાં જ્યાં હું બની ગયો, બેહાલ મારા એમાં હું કરી બેઠો
જીવનમાં અનેક કૂંડાળા દેખાતા ગયા, જાત મારી એમાં ના હું બચાવી શક્યો
બેધ્યાન ને બેધ્યાનમાં જીવનમાં, અનેક કૂંડાળામાં પગ પાડતો રહ્યો
હતું જીવનમાં શંકાનું કૂંડાળું રે મોટું, પડી ગયો પગ એમાં, દ્વાર મુશ્કેલીના ખોલી બેઠો
કૂંડાળે કૂંડાળે જીવનમાં હું તૂટતો ગયો, જીવનમાં નબળાઈનો પ્રવેશ કરાવી બેઠો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)