Hymn No. 998 | Date: 17-Sep-1987
|
|
Text Size |
 |
 |
મુખડું રે, `મા' નું મુખડું રે, દેખાયે આજે તો હસતું રે
Mukhdu Re, ' Maa ' Nu Mukhdu Re, Dekhaye Aaje To Hastu Re
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
મુખડું રે, `મા' નું મુખડું રે, દેખાયે આજે તો હસતું રે નોરતા રે આવ્યા, નોરતાં રે, તેજ અનોખું વિલસતું રે હૈયે હૈયે એ રમે ને રમાડે રે, મુખે મુખે એ તો ખાતી રે - મુખડું... કર્મે કર્મે એ તો સહુને બાંધે રે, છે પાસે એની તો દોરી રે - મુખડું... નામે નામે રહે એ નિરાળી રે, કહે એને તો સહુ માડી રે - મુખડું... અણુ અણુમાં વ્યાપી એ તો, સંચરે સઘળે એ તો રે - મુખડું... તેજે તેજે તો એ દેખાયે, સહુમાં રહે એ તો સમાઈ રે - મુખડું... સંકલ્પે સંકલ્પે શક્તિ વહે, છે એ તો જગજનની રે - મુખડું... વહે હૈયે એને તો પ્રેમધારા, વાગે જગમાં તો હાક એની રે - મુખડું... કદી રૌદ્રરૂપ ધરતી, તોયે બાળ સદા એને પ્યારા રે - મુખડું... બાળ કાજે એ તો દોડે, વાટ સહુની એ જોતી રે - મુખડું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|