ભરી ભરી ઉમંગને ઉલ્લાસ તો હૈયે, હે જગજનની આવ્યા અમે તારી પાસ
આવું દિલને આવાં રે ભાવો લઈને, આવ્યો છું હું તો તારી પાસ
છે વિશાળ હૈયાંની રે તું, દેજે એમાં રે મને, નાનું અમથું સ્થાન
જાણું ના કોઈ શાસ્ત્ર હું તો, નથી પાસે કોઈ મારી, તો એવું રે જ્ઞાન
જાણું છું હું તો એક જ માડી, છે તું તો માડી મારી, અનોખી માત
નથી મારી પાસે તો કાંઈ મોટી વાત, છે મારી તો સીધીસાદી વાત
છું હું તો તારોને તારો બાળ, ને છે તું તો મારીને મારી માત
નથી કાંઈ અંગ તો વિશાળ મારું, છે તું વ્યાપ્ત જગજનની રે માત
કરું તો કરું, કઈ રીતે તારી સેવા કરું, જાણું ના હું એ કાંઈ માત
લોભ લાલચમાં ગયો છું હું, એવો ગરકાવી મારી જાત
તારા દર્શનનો લોભ હૈયાંમાં એવો જગાવ, કર હવે એવું મારી માત
જાગતાને જાગતા રહે છે, મનમાં ચિંતાના તનાવ રે મારી માત
કરી દૂર એને હૈયાંમાંથી મારા, આનંદનો પ્રવાહ વહાવ રે મારી માત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)