લાવી લાવી હોઠે સુધી પ્યાલા રે મધના ભાગ્ય પાછું એને ખેંચી ગયું
ભાગ્ય મારી સાથે રમત રમી રહ્યું, ભાગ્ય રમત આવી રમી ગયું
જગાવી જગાવી હૈયે આનંદના ફુવારા પાછું અદૃષ્ય એને એ કરી ગયું
દેખાડી દેખાડી જિતના દરવાજા આંખની સામે, હારના કટોરા પીવરાવી ગયું
સંજોગોએ સંજોગોએ માર્યો ઘા જીવનમાં આકારો, ઘાયલ મને એ કરી ગયું
ધારી ધારીને જોયું ભાગ્યને જીવનમાં, હતો ઉદય અને અસ્ત એમાં ના એ સમજાયું
દોસ્તીને દુશ્મનની રહ્યું કરતું અદલા બદલી, રમત જીવનમાં એવી એ કરતું ગયું
કદી ચડાવી ઉપરને ઉપર જીવનમાં, નીચેને નીચે પાછું એ પાડતું ગયું
સુવાડી સુખની નીંદરમાં, દુઃખની ખીણમાં પાછું એ તો ધકેલી ગયું
સર્જી સર્જી સંજોગો જીવનમાં એવા, મનોબળ ઉપર ઘા મારતું રહ્યું
જીવનમાં સદા, એવુંને એવું એ કરતું રહ્યું, વિચારમાં મને એ નાખતું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)