રાત મારી એવી જાવા દેતો ના પ્રભુ, જે રાતમાં યાદ તારી આવે નહીં
શ્વાસ મને જેવા તેવા દેતો ના પ્રભુ, જે શ્વાસમાં સુગંધ તારી હોયે નહીં
એવા ભાવોમાં મને તું રહેવા દેતો ના પ્રભુ, જે ભાવો સમીપતા તારી આપે નહીં
વિચારોને વિચારો વિનાની પળ મળશે નહીં, તારા સ્પંદન વિનાના વિચારો અપાશે નહીં
જોઈએ છે ગતિ તો મારા જીવનને, તારાથી દૂર રાખે એવી ગતિ મને આપતો ના
દેખાડજો દૃશ્ય જીવનમાં નમે ભલે બધા, તમારા દૃશ્ય વિનાના દૃશ્ય દેખાડતા નહીં
દૃશ્યે દૃશ્યે લાગે ભલે દૃશ્યો જુદા છે, સર્વે દૃશ્યોનો સર્જનહાર તું સમજ આપ્યા વિના રહેતો નહીં
છે વાસ જગમાં આસપાસને બધે તારો, જ્ઞાન જીવનમાં મને આ ભૂલવા દેતો નહીં
રાહે રાહે જો રાહમાં હું અટવાતો જાઉં, પ્રભુ એવી રાહ ઉપર મને ચલાવતો નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)