અનંતયાત્રાનો છે તું રે પ્રવાસી, છે પ્રવાસ તારો ચાલુ, એ ચાલુને ચાલુ રહેશે
કર્મો તારા એમાં થાતાને થાતાં રહેશે, જીવનમાં યાદ તને એ તો રહેશે
યાદ ભલે તને તો એ ના રહેશે, ફળ તોયે એના સાથેને સાથે રહેશે
મુકામે મુકામે લઈશ નિંદ્રા તું મોટી, પ્રવાસ પાછો તારો ચાલુને ચાલુ રહેશે
આવશે ફળ જ્યારે એના રે માઠાં, અચરજમાં નાખી એ જશે, કયા કર્મનું રૂપ એ હશે
ના આંબલીના ઝાડ ઉપર ફળ કેરીનું મળશે, ફળ હશે એ તો એ કર્મનું જ હશે
લઈ લઈ અનેક કર્મોના ફળ સાથે, હતી મુસાફરી તારી, કયા કર્મનું ફળ કયું ના કહેવાશે
ભલે બચી ગયો હોત તું ફળના ફળમાંથી, ત્યારે, હવે ફળ એનું ભોગવવું પડશે
છે હાથમાં તારા થઈને દુઃખી ફરવું એમાં કે જીવનમાં હળવો થઈને એમાં ફરશે
છે જીવન તો કર્મના ફળની કડીઓ અને કડીઓ, એના વિના જીવન તો ના ગણાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)