જીવનમાં અમે હવે થાકી ગયા, જીવનમાં અમે હવે થાકી ગયા
રહ્યાં છીએ અને કાઢીએ છીએ, શબ્દો તો વારંવાર આ - નીકળી ગયા શબ્દો ત્યારે
ફળ વિનાની રહ્યાં મહેનત અમે કરતા, શબ્દો આ નીકળી ગયા - નીકળી...
ગજા બહારના કર્યા ઉપાડા, ન્યાય એને તો ના આપી શક્યા - નીકળી...
સહન કર્યું હદબહાર જીવનમાં, સહન વધુ જ્યાં ના કરી શક્યા - નીકળી...
ઇચ્છાઓએ દોટ મૂકી, દોડી રહી આગળને આગળ, ના એને પહોંચી શક્યા - નીકળી...
વૃત્તિઓની ગુલામી કરતા રહ્યાં, ઉપાધિઓ જીવનમાં નોતરી રહ્યાં - નીકળી...
ના કોઈની સાથે ભળી શક્યા, વાંધાવચકા સદા કાઢતા રહ્યાં - નીકળી...
ક્રોધ ને ઇર્ષ્યામાં હૈયું બાળતા રહ્યાં, પરિણામો એના ના અટકાવી શક્યા - નીકળી...
સુખચેનની શોધ પૂરી ના કરી શક્યા, અસંતોષમાં જ્યાં જલતા રહ્યાં - નીકળી...
થાકેલાને પ્રભુ જીવનમાં, હવે તમે વધુ ના થકાવતા - નીકળી...
કહેતા ના પ્રભુ અમને જીવનમાં, સાંભળી સાંભળી અમારું તમે થાકી ગયા - નીકળી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)