છું હું એક કર્મોની ચાવીથી બંધાયેલું એક પૂતળું (2)
કર્મોની ચાવીથી રહું છું જગમાં તો કાર્ય કરતુંને કરતું
રહું જગમાં ચાલતું ને ચાલતું, ચાલું છું કર્મોથી એ વીસરું
કરું કે બને જગમાં એવું, કર્મની ચાવી એમાં તો ના નીરખું
છૂટે ચાવી જ્યાં એક કર્મની, ત્યાં બીજી ચાવીથી તો બંધાઉં
રહું હું કર્મોને કર્મોથી જગમાં તો ચાલતું ને ચાલતું
અટકી ચાવી જ્યાં કર્મની જગમાં, કાર્ય કરતું ત્યાં અટક્યું
રહું ચાલતું, રહું કરતું બધું, છતાં ના એ હું તો સમજું
ધરતી પગ નીચેની ના નીરખું, દૂરંદેશી કર્મની ના પારખું
ચાહું કર્મની સમાપ્તિ, કર્મો જગમાં તોયે ના છોડું
કર્મેશ્વરના ચરણોમાં સોંપી કર્મો, કર્મોથી મુક્ત ના બનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)