Hymn No. 6044 | Date: 23-Nov-1995
|
|
Text Size |
 |
 |
છે પ્રભુ તું તો મંગલમૂર્તિ મારા પ્રેમની, ધરું તારા ચરણે, રાખ મારા અસ્તિત્વની
Che Prabhu Tu To Mangalmurti Mara Premni, Dharu Tara Charno, Rakh Mara Astitvani
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1995-11-23
1995-11-23
1995-11-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12033
છે પ્રભુ તું તો મંગલમૂર્તિ મારા પ્રેમની, ધરું તારા ચરણે, રાખ મારા અસ્તિત્વની
છે પ્રભુ તું તો મંગલમૂર્તિ મારા પ્રેમની, ધરું તારા ચરણે, રાખ મારા અસ્તિત્વની આવે ખયાલોમાં કે ના આવે ખયાલોમાં, રહે કરતોને કરતો મંગલ તું તો મારું ગોતું ચરણો જગમાં બીજા, ધરી શકું જેના ચરણે તો રાખ મારા અસ્તિત્વની કરવા રાખ મારા અસ્તિત્વની, પડશે જલાવવો અગ્નિ જીવનમાં, અનેક કુરબાનીની છે નયનમનોહર તું તો, છે તું તો સદા મંગલકારી, ધરવી છે હસતા હસતા ચરણે તારા - રાખ... રાખમાંથી મારી, ઊઠશે સુગંધ મારા પ્રેમની, મહેકાવવા છે ચરણો તારા ધરીને અણુએ અણુ રાખમાંથી મારી, મળશે જોવા જગને ને તને, મંગલમૂર્તિ તો તારી આનંદકારી, મંગલકારી છે પ્રભુ તું મારો, છે સદા તું તો મારો કલ્યાણકારી સુખ દુઃખ તો છે કર્મોના ફળો અમારા, બનાવે સદા એને પણ તું તો મંગલકારી દુઃખ દર્દની તો દવા છે એક પ્રેમ તો તારો, બનાવે એને પણ એ તો મંગલકારી
https://www.youtube.com/watch?v=seMTAbscLFw
Satguru Shri Devendra Ghia (Kaka)
છે પ્રભુ તું તો મંગલમૂર્તિ મારા પ્રેમની, ધરું તારા ચરણે, રાખ મારા અસ્તિત્વની આવે ખયાલોમાં કે ના આવે ખયાલોમાં, રહે કરતોને કરતો મંગલ તું તો મારું ગોતું ચરણો જગમાં બીજા, ધરી શકું જેના ચરણે તો રાખ મારા અસ્તિત્વની કરવા રાખ મારા અસ્તિત્વની, પડશે જલાવવો અગ્નિ જીવનમાં, અનેક કુરબાનીની છે નયનમનોહર તું તો, છે તું તો સદા મંગલકારી, ધરવી છે હસતા હસતા ચરણે તારા - રાખ... રાખમાંથી મારી, ઊઠશે સુગંધ મારા પ્રેમની, મહેકાવવા છે ચરણો તારા ધરીને અણુએ અણુ રાખમાંથી મારી, મળશે જોવા જગને ને તને, મંગલમૂર્તિ તો તારી આનંદકારી, મંગલકારી છે પ્રભુ તું મારો, છે સદા તું તો મારો કલ્યાણકારી સુખ દુઃખ તો છે કર્મોના ફળો અમારા, બનાવે સદા એને પણ તું તો મંગલકારી દુઃખ દર્દની તો દવા છે એક પ્રેમ તો તારો, બનાવે એને પણ એ તો મંગલકારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che prabhu tu to mangalamurti maara premani, dharum taara charane, rakha maara astitvani
aave khayalomam ke na aave khayalomam, rahe karatone karto mangala tu to maaru
gotum charano jag maa bija, dhari shakum jena charane to rakha maara astitvani
karva rakha maara astitvani, padashe jalavavo agni jivanamam, anek kurabanini
che nayanamanohara tu to, che tu to saad mangalakari, dharavi che hasta hasata charane taara - rakha...
rakhamanthi mari, uthashe sugandh maara premani, mahekavava che charano taara dharine
anue anu rakhamanthi mari, malashe jova jag ne ne tane, mangalamurti to taari
anandakari, mangalakari che prabhu tu maro, che saad tu to maaro kalyanakari
sukh dukh to che karmo na phalo amara, banave saad ene pan tu to mangalakari
dukh dardani to dava che ek prem to taro, banave ene pan e to mangalakari
|