આવીને વસી ગયો છે તું ભલે મારા રે હૈયે, ભૂલ એમાં તો તારી નથી
જાણ્યે અજાણ્યે દેવાઈ ગયું આમંત્રણ તો, પધાર્યો છે લઈને તું તારી સવારી
દેતા તો દેવાઈ ગયું, ભૂલ સમજાઈ મોડી, કેમ કરીને કહેવું, લઈ જાઓ પાછી સવારી
શબ્દોની શાન રાખવાની છે મારે મારી, પડશે સ્વીકારવી મારે તો તારી સવારી
રાખીશ ના શાન જો હું મારા શબ્દનું, કહી કેમ શકું, વિશ્વનિયને, રાખજે શબ્દની કિંમત તારી
કરીશ સામનો હર પરિસ્થિતિનો જીવનમાં, તૂટવા નહીં દઉં એમાં હું મારી તો ખુમારી
જ્યારે આવ્યો છે પાસે તું મારી, હે દુઃખ દર્દ, તને પણ દુઃખ દેવાની નથી મારી તૈયારી
લેણ દેણ તો છે મને તારી સાથે રે ઝાઝી, રાખજે સદા તું મારા ઉપર મહેરબાની
છે તું તો એવો ઉપકારી, દે છે સદા મને તે તું તો, વાસ્તવિકતા મને તો મારી
ધારણા કે ધારણા વિના પણ જીવનમાં, લાવી દે છે તું તો તારી સવારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)