અંદાજ મને તો એનો ના હતો, આવશે તો અંજામ એનો તો આવો
કરતોને કરતોને કરતો રહ્યો, આવશે વારો એમાં પસ્તાવાનો - અંદાજ...
રહ્યો વળગાડતો ગળે સહુને જીવનમાં, બની જાશે એ તો ઉપાધિઓ - અંદાજ...
ચાલ્યોને ચાલ્યો રાહ સમજીને સાચી, કરશે ઊભી એ તો ગૂંચવાડો - અંદાજ...
પૂછાઈ ગયો સવાલ એવા સ્થાને, જવાબ એનો એની પાસે ના હતો - અંદાજ...
મારાને મારાપણામાં ખૂબ રાચ્ચો, હશે અંધારું ને અંધારું એની પાછળ - અંદાજ...
જીવનમાં અનેક સંહિતાઓ હું ભૂલ્યો, કનક સંહિતામાં જ્યાં હું સરી ગયો - અંદાજ...
અવગુણોને અવગુણોમાં બેદરકાર રહ્યો, જીવનને છિન્નભિન્ન કરી બેઠો - અંદાજ...
ભૂલોને ભૂલો ઉપર મેળવી કાબૂ, બેદરકારીમાં બેકાબૂ બની બધું ખોઈ બેઠો - અંદાજ...
શું થાશે, શું ના થાશે, રમત એની રમી રહ્યો, દાવ એનો હું ચૂકી ગયો - અંદાજ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)