હોય જો બધું ભાગ્યના હાથમાં, રહે છે પ્રભુ પાસે શું માંગવાનું
માંગવું હોય તો માંગજો પ્રભુ પાસે સહનશક્તિ, નથી કાંઈ બીજું માંગવાનું
હોય ભાગમાં જર જમીન જેટલી મળવાનું, ચેન એના કાજે તો શાને ગુમાવવું
આયુષ્યમાં થાય ના જો વધારો કે ઘટાડો, જીવનમાં એના કાજે શાને રડવાનું
હોય પાસે ભલે જે, નથી એમાં રાજી થવાનું, જાય જો હાથમાંથી, ના બેબાકળા એમાં થવાનું
દુઃખ દર્દ હોય જો ભાગ્યનુંજ નજરાણું, ધમપછાડા કરી નથી કાંઈ એમાં વળવાનું
માંગતો ના તું એવું, ભાગ્યની ઉપર પડે તારે જાવું, જે કરવું નથી તારાથી તો થવાનું
માંગી માંગી ના મળતાં, બનીશ અસ્થિર તું જીવનમાં, પ્રભુ પાસે એવું શાને માંગવાનું
માંગી માંગી મેળવવામાં, શંકામાં હોય જો પડી જવાનું, એવું તો શાને ત્યારે માંગવાનું
માંગવામાંને માંગવામાં ડૂબી જાજે ના તું એટલો, જવાય ભૂલી જીવનમાં તો શું કરવાનું
માંગી માંગી કરવી પડે પ્રભુ પાસે ઇચ્છાઓ, પડશે જીવનભર ઇચ્છાઓ પાછળ દોડવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)