કર્મોને કર્મો રે મારા, વીંધી ગયા હૈયાં રે, એ તો રે મારા
બન્યા નિમિત્ત એમાં તો જે જે, દોષો એના, મેં તો કાઢયા
પોકળ વૃત્તિઓ ને પોકળ ભાવો, બન્યા એમાં તો સાથ દેનારા
પુણ્ય કાજે કરી દોડાદોડી, ઉપાડયા જીવનમાં તોયે પાપોના ભારા
કદી કંઈ દિશામાંથી તીર વાગ્યા, ના કાંઈ એ જાણી શકાયા
ઘા કદી સમયે તો રૂઝાયા, ઘા સમય કદી વાસ કરી ગયા
કોઈએ કહ્યું પુણ્યાઈ ઘટી, કોઈએ કહ્યું પાપ ઉદય પામ્યા
પુણ્ય ગણું કે પાપ ગણું, પણ હતા એ તો કર્મોને કર્મો મારા
હસતા કે રડતાં, કરવું પડયું સહન મને, મળ્યા ના કોઈ છોડાવનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)