Hymn No. 6060 | Date: 08-Dec-1995
|
|
Text Size |
 |
 |
1995-12-08
1995-12-08
1995-12-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12049
બજાવ તારી મુરલી રે, કાનુડા રે, બજાવ તારી એવી મુરલી રે
બજાવ તારી મુરલી રે, કાનુડા રે, બજાવ તારી એવી મુરલી રે ડોલે છે જગ આજ ખોટા તાલે, ડોલાવ એને તું તારી બંસરીના નાદે રે માયાના સૂરે જગ આજ તો ડોલે, ના કરવાનું એમાં એ તો કરે ડોલાવ એને તું તારી મુરલીના નાદે, ભુલાવ બધા માયાના સૂરો રે ત્રાસી ત્રાસીને પણ ચૂકે ના ડોલવું, ભુલાવ એનું એવું ડોલવું રે ભાન નથી એને તો એનું, જગાવ સાચું ભાન એનું તો એનું રે યમુના તટે વગાડી તેં જેવી મુરલી, જગના પટ પર આજે એવી વગાડ રે બની જાશે મસ્ત જ્યાં મુરલીના નાદમાં, ભુલાવજે સાદ એને માયાના રે એકવાર પણ ડોલશે જ્યાં નાદે નાદે, નિત્ય એમાં એ ડોલશે રે રાધા પણ ડોલી, ભક્તો પણ ડોલ્યા, જગને આજે એમાં ડોલાવ રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bajava taari murali re, kanuda re, bajava taari evi murali re
dole che jaag aaj khota tale, dolava ene tu taari bansarina nade re
mayana sure jaag aaj to dole, na karavanum ema e to kare
dolava ene tu taari muralina nade, bhulava badha mayana suro re
trasi trasine pan chuke na dolavum, bhulava enu evu dolavum re
bhaan nathi ene to enum, jagava saachu bhaan enu to enu re
yamuna tate vagadi te jevi murali, jag na pata paar aaje evi vagada re
bani jaashe masta jya muralina nadamam, bhulavaje saad ene mayana re
ekavara pan dolashe jya nade nade, nitya ema e dolashe re
radha pan doli, bhakto pan dolya, jag ne aaje ema dolava re
|