|
View Original |
|
તારી ઉપર તો કોણ છે (2)
છે એ તો મારો રે સતનો રે બેલી (2)
તારી સાથેને સાથે રે સદા તો કોણ છે (2) છે એ...
તને જીવનમા કોણ સદા સંભાળે છે (2) - છે એ...
તને પાપના કુંડમાંથી તો કોણ બહાર કાઢશે - છે એ...
કાઢશે રે મને મારો રે વહાલો - છે એ...
જીવનમાં માર્ગદર્શન કોણ સદા કરતું ને કરતો રહ્યો છે - છે એ...
મનવા રે, કોણ તને સદા યાદ રાખતું ને રાખતું રહ્યું છે - છે એ...
સદા કોણ તારાને, કોના રે તું ધ્યાનમાં રહે છે - છે એ...
કોણ સદાયે નજર તારી ઉપર રાખે છે, કોને નજરમાં તું રાખે છે - છે એ...
જીવનમાં દુઃખ દર્દમાં કોણ તારો સાચો આધાર છે - છે એ...
પડયો ના છૂટો કે રહ્યો તું છૂટો, કદી એનાથી એવા એ કોણ છે - છે એ...
મળ્યો જ્યાં એકવાર એ, જરૂર ના રહે મળવાની કોઈને, એવો એ કોણ છે - છે એ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)