Hymn No. 6073 | Date: 20-Dec-1995
|
|
Text Size |
 |
 |
મારી અંતરની ગુફામાં ઊંડે ઊતરું જ્યારે હું, દર્શન દેવા તમે આવજો રે અંતરિક્ષમાંથી, તમે મારા રે વ્હાલાં, વ્હેલાં વ્હેલાં દોડી આવજો રે હૈયું બની જાશે મંદિર કે દેરાસર તારું, નિત્ય દર્શન દેવા ત્યાં આવજો રે મનના તારથી, ઉતારીશ આરતી એમાં, તાર હૈયાંના ઝણઝણાવી દેજો રે પ્રેમને પ્રેમના જ ધરશું થાળ અમે પ્રેમથી આરોગજો તમે એ પૂરાં વ્હાલથી રે ખાતા તો થાકશો મારા પ્રેમને, ધરાવીશ પ્રેમ તમને હું અતિ વહાલથી રે ખાવા હોય તો ખાજો તમે બે હાથે, કે હજાર હાથે, ખૂટશે ના પ્રેમ મારો વ્હાલા રે થાક્યા હશો તમે આવતા, ધોઈશ ચરણો તમારા, પ્રેમના આંસુઓથી વ્હાલા રે સતાવીશ ના તમને કોઈ વાતોથી મારી, લજવીશ નહીં આતિથ્ય સત્કારને મારા વ્હાલા રે રહીશ ત્યાં હું તમારાને તમારા તાનમાં, લેવા ના દઈશ નામ જવાનું તમને વ્હાલા રે કાં તો બનવા દેજો મને એક તમારામાં, કાં બનજો એક તમે મારામાં વ્હાલા રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|