ઊલટીને ઊલટી ક્રિયાઓ, શાને જીવનમાં રે તું કરતો ને કરતો રહ્યો છે
ચિંતા ને આનંદને ચરણે ના ધરી, શાને આનંદને ચિંતાના ચરણે ધરી રહ્યો છે
સમજદારી ચાહતો રહ્યો છે જીવનમાં, શાને લોભ લાલચમાં એને તું ખોતો રહ્યો છે
ચાહતો રહ્યો છે જીવનમાં જ્યાં પ્રકાશ, હૈયે અંધકારને શાને વળગાડી રહ્યો છે
બહાદુર બનવું છે જીવનમાં જ્યાં તારે, હૈયાંમાં ડરને શાને સંઘરી રહ્યો છે
સત્યની રાહે ચાલવું છે જીવનમાં જ્યાં તારે, અસત્યનો આશરો શાને શોધી રહ્યો છે
ચાહે છે જીવનમાં જ્યાં તું સ્થિરતા, મનડાં પાછળ શાને તું દોડી રહ્યો છે
શંકાને શંકાઓ જગાવી હર વાતમાં, વિશ્વાસને નબળો શાને પાડી રહ્યો છે
ચાહે છે વિશુદ્ધ જ્ઞાન જ્યાં હૈયાંમાં, હૈયાંને ખોટા નર્કના ચરણે શાને ધરે છે
ચાહે છે વિશુદ્ધતા નજરની તું જ્યારે, નજરને માયાના ચરણે શાને રાખે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)