આવી ના શક્યો હું પાસે તારી, લઈને એ વાતનો સહારો, શાને ના આવ્યો તું મારી પાસે
સર્વવ્યાપક અને સર્વશક્તિમાન કહેવાયો છે તું, શાને લઈ રહ્યો છે તું એનો અવળો સહારો
પ્રેમનો ભંડાર જ્યાં કહેવાયો છે રે તું, શાને પ્રેમથી આવકારયા મને, પધાર્યો ના તું
થાક્યા અમે જીવનમાં ગોતતાને ગોતતા તને, આવ્યો ના શાને તું તો અમારી પાસે
આવ્યો ના ભલે અમારી નજરમાં તું, હતા અમે તારી નજરમાં, શાને ના આવ્યો તું પાસે
ખોવાઈ ગયા માયામાં અમે, ગણી નાદાનિયત એને તમે, શાને આવ્યા ના પાસે તમે
ભૂલ્યા ના અમે માયાને, ગણી લીધી એને, બનાવી દીધું ના મિલાપનું કારણ એણે
ઢૂંઢતાને ઢૂંઢતા રહ્યાં સદા અમે તારો સહારો, દઈ રહ્યો ના સહારો, પાસે આવી ને
કરતો રહ્યો છે તું તારું ધાર્યું ને ધાર્યું, શાને ધાર્યું ના તેં સુધારવા તો મને
હવે તો આવીને પાસેને પાસે, રહેજે સાથેને સાથે, દૂર રાખજે ના તારાથી મને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)