પ્યારના નશામાં ડૂબ્યો છું એવો હું, કાઢજે ના બહાર એમાંથી મને રે તું
નશો બની ગયો છે જીવન તો મારું, ઝૂંટવી ના લેજે જીવન રે તું
ક્ષણભરમાં ચડે ને ક્ષણભરમાં ઊતરે, નથી કાંઈ એવા નશામાં તો ડૂબ્યો હું
ઝૂમવું છે એ નશામાં મારે, દેજે સાથ પૂરો તારો, એ નશામાં મને રે તું
તારી યાદ સિવાય, યાદ મને આવે ના બીજી, રાખજે મને એમાં એવો રે તું
પ્યાર છે દુનિયા મારી, પ્યાર છે જીવન મારું, પ્યાર વિના ના દેજે મને બીજું એવું રે તું
અન્ય કોઈ ચીજનો કે અન્ય કોઈનો, ચાહતો નથી પ્રવેશ એમાં તો હું
ત્યાગી શકીશ હું મને, મારી જાતને બીજું બધું, ત્યાગી ના શકીશ પ્યાર તારો તો હું
રોકી ના શકશે મારા પ્યારમાં મને કોઈ, ચાહું છું મહેરબાની તારી, રોક્તો એમાં મને તું
જુદાઈ સહી લીધી તારા પ્યાર કાજે, હવે રહેતો જુદો તો મારા પ્યારમાં તો તું
ક્ષણભર પણ રહેતો ના જુદો એમાં તું, સમાઈ જાશે એમાં તો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)