દીધું જીવનમાં પ્રભુ જે જે તેં તો અમને, હશે જરૂર એ તો તારી પાસે
દીધું ભાવભાર્યું હૈયું જ્યાં તેં તો એમને, હશે ભાવભર્યું હૈયું તો તારી પાસે
દીધી દૃષ્ટિ જગમાં જોવા જ્યાં તેં તો અમને, હશે નિર્મળ દૃષ્ટિ તો તારી પાસે
દીધી અનેક ઇચ્છાઓ જ્યાં તેં તો અમને, હશે ઇચ્છાઓ તો એ તારી પાસે
દીધું મનડું જીવનમાં જ્યાં તેં તો અમને, હશે મનડું તો એ તો તારી પાસે
દીધા સંજોગો જીવનમાં જ્યાં તેં તો અમને, હશે સંજોગો એવા એ તો તારી પાસે
દીધી સારીમાઠી પળો જ્યાં તેં તો અમને, હશે પળો એ બધી તો તારી પાસે
દીધું ફળ કર્મોનું જ્યાં તેં તો અમને, હશે એ રૂપ તો તારીને તારી પાસે
દીધા નિયમોને કર્યું સંચાલન જગનું નિયમોથી, હશે એ નિયમો તો તારી પાસે
દીધું જે જે જ્ઞાન જીવનમાં તેં તો અમને, હશે જરૂર એ તો તારીને તારી પાસે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)