નવનિર્માણ કરવું જીવનનું, કે નષ્ટ કરવું જીવનને, છે એ તો તારેને તારે હાથ
સાધનસામગ્રી દીધી છે ભરપૂર તને જીવનમાં, છે એ તો તારી પાસ, છે તારેને તારે હાથ
કરવા ચૂક્તો ના, ને ભૂલતો ના કરવો ઉપયોગ સાચો, મળી તને જીવનમાં જે સાધન સામગ્રી
દીધું નથી શું જીવનમાં તને, મેળવી ના શકે જેનાથી તું, કે ગુમાવે, છે બધું એ તારે હાથ
મુસીબતોથી મેળવવું કે પ્રાપ્ત કરવું સહજતાથી, છે બધું એ તો તારેને તારે હાથ
કર્યા ના હોય ગુના ભલે જીવનમાં, કરવા ના કરવા, છે બધું એ તો તારેને તારે હાથ
શું કરું, શું ના કરું, રહેતો ના અનિર્ણીત તું જીવનમાં, ખોતો ના મોકા, મળ્યા જે તને આજ
દીધી સમજદારીની ધારા જીવનમાં તો, ઝીલવી ના ઝીલવી એને, છે એ તો તારેને તારે હાથ
વિચારોને વિચારોની શક્તિ દીધી છે ભરપૂર જીવનમાં, કરવા સાચા કે ખોટા, છે એ તો તારે હાથ
દીધું મહામૂલું માનવજીવન તો જગમાં, ઉજાળવું કે બગાડવું, છે એ તો તારેને તારે હાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)