શક્તિશાળી બનો, શક્તિશાળી બનો, જીવનમાં શક્તિશાળી બનો
વેડફો ના શક્તિ જીવનમાં જ્યાં ત્યાં, વેડફીને શક્તિ જીવનમાં, શક્તિહીન ના બનો
શરીર બને શક્તિહીન જ્યાં, સ્વીકારી તો એ, શક્તિહીન વધુ એ
મનડું બન્યું અશક્ત, પડયા ઘા મનડાં પર, બન્યું મનડું ચેતનહીન, વધુ તંગ એને ના કરો
હરેક કાર્યમાં પડશે જરૂર શક્તિની, સમજ નિત્ય હૈયાંમાં તું આ રાખજે
સંગ્રહી સંગ્રહી શક્તિને જીવનમાં, મુશ્કેલ કામને આસાન બનાવજે
ખુદની કે અન્યની, શક્તિનો કચાશ જીવનમાં ના ખોટો કાઢજે
તનડાંને મનડાંની શક્તિને રાખીને ધ્યાનમાં, સમન્વય એનો કરજે
ભાવ અને ઇચ્છા છે શક્તિનું સ્થાન તારું, નિત્ય એને શક્તિશાળી રાખજે
લીધું હોય કાર્ય જે હાથમાં, પૂરું એને કરજે, ના હાથમાં બીજું લેજે
દુઃખ દર્દની વાસ્તવિક્તા સ્વીકારીને જીવનમાં, ના હૈયે એને તું ધરજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)