તારી યાદ મને તો સતાવે, પ્રભુ, તારી યાદ મને તો રડાવે
ચાહું છું જીવનમાં તને પ્યાર કરવા, ભલે તારી યાદ મને સતાવે
નજદીકતાની નજદીકતા મને એ આપે, ઘડીમાં એ દૂર મને લઈ જાયે
રહું ડૂબ્યો ડૂબ્યો યાદોમાં તારી, ઊછળે હૈયાંમાં યાદો તારી તો મારા
નીત નીત નવી યાદો હૈયાંમાં મારા, બતાવે નીતનવા રૂપો તારા
ક્યારે જાગી, કેમ જાગી, રહસ્ય એનું સમજણમાં ના આવ્યું મારા
કદી ઘેરીલે હૈયાંને એવી, દે ભુલાવી યાદો બીજી જીવનમાં એ મારા
કદી ઘડી, કદી બે ઘડી, આવે ઘડી ઘડી, આવી સતાવે એ તો મને
કદી મનડાંને એ બહેકાવે, કદી અસંતોષ એ તો જગાવે
યાદ જગાવે જ્યાં એ વિરહ ભરી, મીઠી મીઠી યાદે મને એ રડાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)