છીએ અમે તો અંશ તમારા રે પ્રભુ, છીએ અમે તમારા તો એકડાને એકડા
છીએ અને છે અમારી પાસે તો કર્મના રે મીંડા, છે પાસે તો અમારી કર્મના મીંડા
થાતી રહી છે અને વધતી રહી છે, જીવનમાં તો એની સંખ્યાને સંખ્યા
ભૂસીયે જ્યાં તો એક મીંડુ, રહ્યાં જીવનમાં નવા, જીવાતા અને એ તો આવતા
મૂંઝવતીને મૂંઝવતી રહી છે સદા તો, જીવનમાં એવી તો સંખ્યાને સંખ્યા
ભવોભવથી રહ્યાં છે બદલાતા અમારા એકડા, બદલાયા ના અમારા મીંડા
કૂચ મીંડાની રહી જીવનમાં તો ચાલતી, જીવનમાં ના અમે એને અટકાવી શક્યા
સંખ્યા રહી એની તો વધતીને વધતી, રહ્યાં ભાર એના તો વધતાંને વધતાં
સંખ્યાએ સંખ્યાએ પ્રભુજી રે વ્હાલા, રહ્યાં જીવનમાં અમે મૂંઝાતાને મૂંઝાતા
મેળવી શરણ અને તમારી દયા રે વ્હાલા, જીવનમાં રસ્તા બીજા નથી લેવાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)