મંઝિલે પહોંચવા જીવનમાં મારી, ચાહું છું, માગું, પ્રભુ હું તો તારો સહારો
પહોંચવા દેજે, પહોંચાડજે જીવનમાં મને પ્રભુ, મારી મંઝિલના તો કિનારે
શોધું છું જીવનમાં હું તો મારી મંઝિલને કિનારે, દેજે શોધવામાં મને તું સહારો
લાગે કે લાગ્યો હોય થાક મને તો એનો, થાક બધો મારો એનો તો ઉતારો
અનેક તાણોમાં તણાતોને તણાતો રહ્યો છે, રહ્યો છું એમાં ડૂબી એમાંથી મને ઉગારો
મળશે ના જગમાં મને, દેશે ના જગમાં મને, તારા વિના મને કોઈ સહારો
આ ડૂબેલાને હવે ના ડૂબેલો તો રાખજો, હવે એને તમે તારો ને તારો
અનેક દીવાલો વચ્ચે છું પુરાયેલો, દેજો શક્તિ તમારી, તોડવાને દીવાલો
કરું છું પૂરા ભાવથી ને પ્રેમથી હરેક યત્નો મારા, કરું છું યાદ તમને, છે એને એ પૂરા છે
ચઢતા રહ્યાં છે ચિંતામાં તો ભારે, મોકળા મનથી પ્રભુ હવે એને તો ઉતારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)